ક્રિશા - 1

(60)
  • 5.1k
  • 5
  • 1.2k

ઘરનું લોક ખોલી, ના ઘર નહિ, મારા ફ્લેટનું લોક ખોલી ને અંદર આવ્યો, ને સોફા પર ફસડાઈ પડ્યો. રિમોટથી એસી ચાલુ કરીને 20 ડિગ્રી પર મૂક્યું. ફોન ખિસ્સામાંથી કાઢીને સોફા પર બાજુમાં ફેંક્યો, 27 મિસકોલ..ક્રિશાના...... બ્લેક લેબલની પોણી ભરેલી બોટલ સેન્ટર ટેબલ પર જ હતી, કિચનમાં જઈને બરફ, ગ્લાસ અને પ્લેટમાં નટ્સ લઇ આવ્યો. આજે મારે બેહોશ થઇ જવાય એટલું પીવું હતું, બસ ફોનની રિંગ ના સંભળાવી જોઈએ.. છેલ્લા ચોવીસ કલાકથી હું ક્રિશાના ફોન થી પરેશાન હતો. ચોવીસ કલાકમાં જે કઈ થયું તે ના થયું ન થઇ શકે ક્રિશા હવે ફોન તો નહિ કરેને બ્લોક કરું....