કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૫ કર્મનિષ્ઠ કોણ થઈ શકે ? કર્મથી કર્મનું ફળ જુદું નથી તેમ ન સમજાય ત્યાં સુધી કર્મનિષ્ઠાનો આવિષ્કાર થવો સંભવિત નથી અને જ્યાં સુધી કર્મો કર્મનિષ્ઠાને બદલે ફલાકાંક્ષાથી જોડાયેલા છે ત્યાં સુધી તેના કર્તાને શાંતિ નથી. કર્મ એ જ કર્મનું ફળ બનવાનું છે તેવી પ્રતીતિ વગર માત્ર ફળની લાલસાએ જે લોકો કર્મ કરે છે તેનાથી જ પાપનો જન્મ થાય છે. તેવા લોકો માને છે કે મંદિરો, મઠો અને આશ્રમો કે ધાર્મિક કહેવાતી સંસ્થાઓમાં દાન કરવાથી પુણ્ય થશે. પછી પાપ કરો બજારમાં, ગરીબોનું શોષણ કરો સમાજમાં, ગમે તેમ પૈસા ભેગા કરો પોતાની તિજોરીમાં, મોજમજા ખાતર વ્યભિચાર