રાજપૂતાણી - 2

(84)
  • 6.7k
  • 6
  • 1.4k

મારા ગળામાં કશો ડૂચો ફસાયેલો હોય તેવું મને લાગ્યું. સુમી કૃષ્ણાબાને તાકી રહી હતી, સુમીની આંખો ભીની હતી, સુમીની આંખ ત્યારે પણ ભીની થઇ હતી, અને તેણે મને જડ, લાગણી વગરનો અને પથ્થરદિલ કહ્યો હતો ને મારી સાથે ત્રણ દિવસ બરાબર બોલી પણ નહોતી, જયારે મેં સલીમના પગારમાંથી 250 રૂપિયા ત્રણ કાચના ગ્લાસ ફોડી નાખવા માટે કાપી લીધા હતા. કાચના ત્રણ ગ્લાસ મારી સુમીના આંસુ કરતા કિંમતી નહોતા, સુમી માટે હું કઈ પણ કરી શકું, પણ તે દિવસે જાણે કેમ હું તેના આંસુ સામે પણ મક્કમ રહ્યો હતો, ને કહ્યું હતું મારી વાતમાં બોલીશ નહિ, આવા નાના લોકોને કઈ રીતે ટ્રીટ કરવા તે હું સારી રીતે જાણું છું.......