થોડોક સમય શાંત બેસેલા વિમલે ફરી વાતનો દોર સાંધ્યો. પણ છેવટે સ્વરા વિષે કોઈ ખાસ વાતચીત એણે કરી નહિ. પણ વધુ જાણવા માટે મને એમ લાગ્યું, કે કદાચ એનો યોગ્ય સમય હજુ પાક્યો નથી એટલે મેં પણ લીમ્કાનો ગ્લાસ ભરીને બે ચાર ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા અને વિમલની વાતોને ફરીથી ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. હું શાંત થયો પણ મારા મનમાં હજુય એ સવાલ આંખમાં પડેલા કણાની જેમ ઘુમાળાઈ રહ્યો હતો કે ‘સ્વરા નામની આ વ્યક્તિ આખર કોણ હશે... ’ પણ મારી આ મૂંઝવણ દુર કરવાના સ્થાને વિમલે પોતાની જ અધુરી વાતનો દોર સાધ્યો. read and review...