વીશ યુ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી , સંદિપ. શ્રેયાએ ઉંઘતા સંદિપના ગાલે હળવુ ચુંબન કરી લીધુ.અને બીજી ક્ષણે સંદિપે બેડમાંથી ઉભી થવા જતી શ્રેયાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી. આજે સાંજે નથીંગ ડુઇંગ, હું અને તું ડીનર સાથે લઇશું. અરે વાહ! પોતાના મનની વાત સંદિપના મોઢે ચાલો સવાર તો સારી ઉગી. આગલા દિવસનુ ટેન્શન ભુલાઇ ગયું .મનથી મુંઝાતી શ્રેયાને હાશકારો થયો. બાકી તો એને લાગતુ નહોતું કે વાત સાવ આમ સહેલાઇથી પતી જશે.