ગાંધીજીના હિન્દુસ્તાનમાં આગમન વિશે આ પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે. કલકતા ઉતરીને ગાંધીજી ટ્રેનથી મુંબઇ જવા નીકળ્યાં. ટ્રેન વચ્ચે પ્રયાગમાં 45 મિનિટ રોકાઇ. પ્રયાગમાં રોકાઇને ગાંધીજીએ ત્રિવેણીસંગમના દર્શન કર્યા. મુંબઇથી રાજકોટ પહોંચીને ગાંધીજીએ એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. તેમાં લીલું પૂંઠુ કરાવ્યું તેથી તે લીલા ચોપાનિયા તરીકે જાણીતું થયું. ગાંધીજીએ આ ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી અને આખા ભારતના છાપાંઓને અને બધા પક્ષના લોકોને મોકલી. જેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો હળવો ચિતાર રજૂ થયો હતો. આ સમયગાળામાં મુંબઇમાં મરકી ફાટી નીકળી. રાજકોટમાં પણ મરકી ફાટી નીકળવાનો ડર હતો. ચોમેર ગભરાટ ફેલાઇ ગયો. ગાંધીજીએ આવા સમયે તેમની સેવાઓ રાજ્યને આપી. સ્ટેટે કમિટી બનાવી જેમાં ગાંધીજી હતા. ગાંધીજીએ જોયું કે ભદ્ર સમાજના લોકોના ઘરો કરતાં હરીજનોના (દલિતો) ઘરો વધારે સ્વચ્છ હતાં. કમિટીએ હવેલીની મુલાકાત લીધી ત્યારે જોયું કે હવેલીનો એંઠવાડ પાછળના ભાગેથી ફેંકી દેવામાં આવતો ત્યાં કાગડાઓનો જમાવડો રહેતો. પાયખાના (ટોઇલેટ) પણ ગંદા હતાં. હવેલીની આવી ગંદકી જોઇને ગાંધીજીને દુઃખ થયું