સત્યના પ્રયોગો - ભાગ-2 - 24

  • 4.9k
  • 1
  • 1.2k

આ પ્રકરણમાં ગાંધીજીની ભારત તરફ પાછા વળવાની વાત કરવામાં આવી છે. 1896નાં વર્ષમાં છ માસ માટે ગાંધીજીએ ભારત પાછા ફરવાની મંજૂરી માંગી. ગાંધીજી ફેમિલીને લઇને આફ્રિકા પાછા ફરવા માંગતા હતા. દેશ પાછા ફરતા ગાંધીજીએ કોંગ્રેસનું કામ આદમજી મિયાંખાન અને પારસી રુસ્તમજીને સોંપ્યું. ગાંધીજી દેશ આવવા માટે ‘પોંગોલા’ સ્ટીમરમાં ઉપડ્યા આ સ્ટીમર કલકત્તા ઉતરવાની હતી. સ્ટીમરમાં ગાંધીજીને બે અંગ્રેજ ઓફિસરો સાથે મિત્રતા થઇ જેમાંથી એકની સાથે ગાંધીજી હંમેશા એક કલાક શતરંજ રમતા. ગાંધીજીએ મુસલમાનોની સાથે વધુ નિકટ સંબંધ બાંધવા તામિલ શીખવાનું નક્કી કર્યું. ગાંધીજીએ ડેકના પ્રવાસીઓમાંથી એક સુંદર મુનશી શોધીને તેની પાસેથી ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું. ગાંધીજીનું 1893ની સાલ પછીનું મોટાભાગનું વાંચન જેલમાં થયું. તામિલ દક્ષિણ આફ્રિકાની જેલમાં તો ઉર્દૂનું યેરવડાની જેલમાં. ગાંધીજીને લાખ પ્રયત્નો છતાં તામિલ બોલતા ન આવડ્યું. સ્ટીમરમાં ગાંધીજીની ઓળખાણ પોગોલાના નાખુદા સાથે થઇ જે પ્લીમથ બ્રધરના સંપ્રદાયનો હતો. ગાંધીજી અને તેની વચ્ચે આધ્યાત્મિકતાની વાતો વધારે થઇ. 24 દિવસની મુસાફરી કરીને ગાંધીજી હુગલી બંદરે ઉતર્યા.