એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી લાગતું હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ઘરની બિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે હતી. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા હું હમેશાં ઉપર આવતો હતો પણ આજે એનો સ્પર્શ એ આનંદ બેવડાતો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો. read and review...