વાચક મિત્રો એક અજાણી મિત્રતા કસક - તારક - રાધિકા નામના પાત્રો વચ્ચે ચાલતી ત્રિકોણીય પ્રણયની અને તેમના અંતર પટમાં ઉભા થતા લાગણીના વિવિધ પાસાને દર્શાવતી એક લઘુ નવલ છે. અને વાચકો દ્વારા આ લઘુ નવલને સારો આવકાર મળેલ. પણ પછી વિવિધ ટેક્નિકલ કારણોસર આ લઘુ નવલ લખવાનું બંધ કરવામાં આવેલ. જે હવે ફરીથી શરુ કરું છું. ઘણા લાંબા સમય બાદ લેખન કાર્ય ફરીથી શરુ કરતો હોઈ લખાણના નબળા પાસાને વાચક વર્ગ ઉદાર દિલે સ્વીકારે તેવી અપેક્ષા. લખવાનું બંધ કર્યા પછી પણ વાચક મિત્રોના અવાર નવાર આવતા સંદેશની હું દિલથી કદર કરું છું. વાચક મિત્રો આપના સૂચનો આવકાર્ય છે.