સ્પેક્ટર્નનો ખજાનો - ૭

(75)
  • 7.3k
  • 7
  • 3.1k

મેક્સે કંટ્રોલ પેનલમાં કંઈક દબાવ્યું અને પછી તેનાં હાથમાં રહેલું ગીયર થોડું આગળ તરફ ધકેલ્યું. એક હળવા ઝાટકા સાથે હેલિકોપ્ટરની ઝડપ થોડી ઘટી. મેં કાચની બારીમાંથી નીચે નજર કરી. વાદળો વચ્ચે એ લેમ્સ ટાપુ એકદમ ધૂંધળો દેખાતો હતો. હેલિકોપ્ટર હજુ થોડું નીચું આવે પછી એનો સાચો ખ્યાલ મળી શકે તેમ હતું. પાંચેક મિનિટ પછી થોડી ઘરઘરાટી સાથે હેલિકોપ્ટર હવામાં સ્થિર થયું અને ધીમે-ધીમે નીચે ઉતરવા લાગ્યું. મારી નજર બારીમાં જ ખોડાયેલી હતી. અલબત્ત, અમારા બધાની.