પંચ મહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ

  • 7.6k
  • 5
  • 2.6k

હિન્દુ ધર્મમાં અગ્નિ પવિત્ર કરનારું તત્વ છે. અગ્નિ તત્વ શરીરની શુદ્ધિ કરનારું શક્તિશાળી તત્વ છે. તે શરીરની અશુદ્ધિઓ બાળે છે. હિન્દુ ધર્મમાં અગ્નિ તત્વને અગ્નિ દેવતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની મોટા ભાગની ધાર્મિક વિધિઓ અગ્નિ તત્વ વગર અધૂરી છે. વાયુ તત્વ શરીરનો પ્રાણ છે. શરીરનો મુખ્ય ચાલક. જીવન ટકાવી રાખવા વાયુ તત્વ ખૂબ જ મહત્વનું છે. વાતાવરણમાં રહેલ વાયુઓની અસર જેવી રીતે પૃથ્વી પર થાય છે તેવી જ રીતે આપણાં શરીરમાં રહેલ વાયુની અસર શરીર તેમજ વ્યક્તિના વિચારો ઉપર પણ પડે છે. આકાશ એક એવો અનંત વિસ્તાર છે કે જેમાં આપણી પૃથ્વી તેમજ સુર્યમંડળ જ નહીં પરંતું આખું બ્રહ્માંડ સમાયેલું છે. આકાશ બ્રહ્માંડીય કિરણો અને બ્રહ્માંડીય શક્તિનો અખૂટ સ્રોત છે. જો આકાશ ના હોય તો એક સેકન્ડમાં આપણે પૃથ્વી પરથી હવામાં ફંગોળાઈ જઈએ. આ ત્રણે તત્વોનું મનુષ્ય જીવનમાં ઘણું મહત્વ છે.