કર્મનો કાયદો ભાગ - 13

  • 6k
  • 5
  • 2.1k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૩ કર્મ અને કર્મફળ કર્મ અને કર્મના ફળ અંગે સામાન્ય દૃષ્ટિએ તફાવત જોવામાં આવે છે, પરંતુ તેવી દૃષ્ટિએ જોવાતો તફાવત વાસ્તવિક અને નક્કર નથી, કારણ કે મૂલતઃ કર્મનું ફળ કર્મથી ભિન્ન નથી. વિદ્વાનો કહે છે કે કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. જેમ અગ્નિ સાથે સંબંધિત વસ્તુને અગ્નિ ભસ્મ કરીને જ શાંત થાય છે, તેમ કર્મ પણ તેના કર્તાને ફળ આપીને જ શાંત થાય છે. કર્મ એ પ્રારંભિક અવસ્થા છે અને કર્મફળ તે પ્રારંભિક કર્મની જ અંતિમ અવસ્થા છે. કર્મની રહસ્યમય ગાથાના જાણકારોએ એકમતે કહ્યું છે કે જેવું કર્મ હોય છે તેવું તેનું ફળ