આયંબિલ નું મહત્વ

(18)
  • 8.8k
  • 3
  • 2.2k

આયંબિલ નું મહત્વ આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના... જમે છે તો બધાં પણ જેને જમતાં આવડે તેને જિન ઉપાસક કહેવાય! આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે. જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે. નવ દિવસની આ આરાધનાને આયંબિલની ઓળી’ કહેવાય છે. ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે. આયંબિલ અનાદિકાળથી પડેલાં આહારના સંસ્કાર પર વિજય મેળવવાની પ્રોસેસ છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર માટેના પુરુષાર્થમાં અને આહાર ગ્રહણ કરવામાં જ જાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી શકે છે તે એક ને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે.