કર્મનો કાયદો ભાગ - 12

  • 5.1k
  • 1
  • 1.8k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૨ કર્મનો અહંકાર જ દોષ છે જ્યાં કર્મનો બોજ અહંકાર ઉઠાવે છે ત્યાં પાપનો દોષ અવશ્ય લાગે છે તેવો ‘ભગવદ્‌ગીતા’નો મત છે. કર્મ તો પ્રકૃતિનાં છે અને પ્રકૃતિ જ તેનું નિયમન કરે છે, તેમ છતાં અહંકાર કર્મોનો કર્તા બનવાની કોશિશ કરે છે ત્યારે તે અહંકાર મિથ્યા છે. જે મિથ્યા છે તેની પાસે પોતાનું કોઈ સત્ય હોતું નથી. કર્મક્ષેત્રમાં પોતાના પગ પર ઊભા રહી શકે તેવી અહંકારમાં કોઈ તાકાત નથી, જેથી અહંકાર કર્મોમાં ઇરાદાના રૂપે વ્યક્ત થાય છે. જ્યારે કર્મ અહંકારના ઇરાદાવાળું બને ત્યારે તેમાંથી પાપ અવશ્ય ફેલાય છે. જ્યારે કર્મો હોશપૂર્વક ન થાય ત્યારે કર્મોમાં