સ્પેક્ટર્નનો ખજાનો - ૬

(75)
  • 6.7k
  • 5
  • 3k

અમારા છ જણનાં છ મોટા થેલાઓ, પ્રોફેસર બેનના બે નાના થેલાઓ તથા મેક્સની એક સૂટકેસ હતી. આ ઉપરાંત બીજો વધારાનો સામાન, રિવોલ્વરો, રાઈફલો, તંબુ અને એના સ્પેરપાર્ટસ વગેરે બધું ઉપર બનાવેલી છાજલી જેવી જગ્યામાં રાખ્યું હતું. પછી નીચે રાખેલા બે મોટા બંધ થેલાઓ પર નજર પડતાં જ મને મેક્સે લાવેલા દારૂગોળા અને બોમ્બનો ખ્યાલ આવ્યો. મેં સફાળા ઊભા થઈને પ્રોફેસર બેનને ફાઈનલી પૂછ્યું, ‘પ્રોફેસર બેન...હવે તો કહો કે મેક્સે આ દારૂગોળા અને બોમ્બની વ્યવસ્થા કેવી રીતે કરી હવે મારા પેટમાં આ વાત છૂપી નથી રહી શકતી.’