પંચ મહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ

(13)
  • 7.2k
  • 4
  • 1.5k

પૃથ્વી તેમજ જળ તત્વ અભિન્ન રીતે માનવ જીવન સાથે સંકળાયેલા છે. આપણું શરીર પૃથ્વી તત્વથી ઘડાયેલું છે. આપણે જે પણ અન્ન ગ્રહણ કરીએ છીએ તે પણ પૃથ્વી તત્વથી બનેલું છે. જળ તત્વ વગર માનવ જીવનની કલ્પના કરવી અશક્ય છે. પાણી વગર મનુષ્ય જીવી શકે નહીં. પૃથ્વી તેમજ જળ તત્વની મનુષ્ય ઉપર શારિરીક તેમજ માનસિક અસર થાય છે. આ બન્ને તત્વો પર સંતુલન મેળવીને વ્યક્તિ શારિરીક સ્વાસ્થ્ય તેમજ માનસિક સુખાકારી પ્રાપ્ત કરી શકે છે.