અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... બિંદુ સારી છોકરી છે. વાને શામળી છે, પરંતુ નાક નકશો ખૂબ સરસ છે.મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં પડી જવાય તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની વાત છે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી.