૬ વાગ્યાની ઇન્ડિયન એર લાઇન્સ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે શ્રેયા એકલીજ સંદિપને લેવા પહોંચી હતી. માત્ર એ અને સંદિપ હોય એવો થોડો વ્યક્તિગત સમય મેળવી લેવો હતો. એરપોર્ટની બહાર આવતા સંદિપને એ જોઇ રહી. ડાર્ક બ્રાઉન કોડ્રોય પેન્ટ અને એકદમ લાઇટ બ્રાઉન ટી-શર્ટ , પવનમાં ઉડતા કોરા વાળ અને અમેરિકા રહીને થયેલો થોડો ઉઘડતો વાન ,ચહેરા પરની બેફીરાઇ , ઓહ! સંદિપ પહેલા પણ આટલો જ સ્માર્ટ લાગતો હતો કે આજે એને વધુ ધ્યાનથી એણે એને જોયો