એક જાણીતું સૂત્ર છે સત્યમ્ શિવમ્ સુંદરમ્. સત્યમ્ એટલે કે સત્ય, શિવમ્ એટલે કે દિવ્યતા અને સુંદરમ્ એટલે કે સુંદરતા. તમારા જીવનમાં જે કઈ પણ સારું છે તેને જોવાની અને તેની કદર કરવાની કલા જ્યારે શીખી લો છો, ત્યારે જીવનનાં માર્ગમાં રહેલાં સત્યને જોઈ શકો છો. જીવન તમને જેમાંથી પણ પસાર કરાવે તેમાં તમે એક દિવ્યતાને જોઈ શકશો. અને તેમાં રહેલી દરેક સુંદરતામાંથી પ્રેરણા મળશે. જીવનમાં સારા બનવા માટે આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. આવી જ નાની કથાઓ અહીં રજૂ કરી છે. જે જીવનને સારાપણા અને સંસ્કારથી વધુ સમૃધ્ધ કરી શકે છે.