પંચ મહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ

(15)
  • 34.2k
  • 3
  • 6.9k

સમગ્ર બ્રહ્માંડ પાંચ મહાભૂતો એટલે કે પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ મહાભૂતો છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. સમગ્ર પ્રકૃતિ તેમજ આપણું માનવ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચે તત્વો , પૃથ્વી, જળ , અગ્નિ, વાયુ અને આકાશ ઉર્જાથી ભરપૂર છે તેમજ આપણાં શરીરની ઉર્જાનું સંતુલન રાખે છે. આ પંચ તત્વોની શક્તિ એ પ્રાણ શક્તિ કહેવાય છે. પાંચમાંથી કોઈ પણ એક તત્વ અસંતુલિત થાય ત્યારે આપણી પ્રાણ શક્તિ પણ અસંતુલિત થાય છે. જો શરીરની અંદર તેમજ બહાર રહેલા આ પાંચ તત્વો વચ્ચે સંવાદિતા સાધી શકીયે તો તે આપણને શારિરીક તેમજ માનસિક સ્વસ્થતાની સાથે સાથે ભૌતિક વિકાસ તેમજ આનંદ પ્રદાન કરે છે. મને વિશ્વાસ છે મિત્રો કે તમને મારો આ પંચ મહાભૂતો વિશેનો લેખ ખૂબ ગમશે.