સ્પેક્ટર્નનો ખજાનો - ૫

(71)
  • 7.1k
  • 7
  • 3.1k

મેં કબાટમાંથી મારો મનપસંદ થેલો કાઢ્યો. એના પર થોડી ધૂળ જામી ગઈ હતી. ફૂંક મારી, હાથ થપથપાવીને મેં ધૂળ ખંખેરી. એ મરુન કલરનો ખભે ઊંચકવાનો થેલો હતો. મારી દરેક સફરનો એ સાથી હતો. અમે બે વર્ષ પહેલાં ઉત્તર પેસિફિક મહાસાગરમાં આવેલા ‘ગાલાપેગોસ’ ટાપુઓની છેલ્લી સફર ખેડી ત્યાર પછી એ ધૂળ ખાતો કબાટમાં જ પડ્યો રહ્યો હતો. હવે ફરી પાછી એની જરૂર પડવાની હતી.