સત્યના પ્રયોગો - ભાગ-2 - 19

  • 4.5k
  • 1.3k

આ પ્રકરણમાં આફ્રિકામાં ‘નાતાલ ઇન્ડિય કોંગ્રેસ’ની સ્થાપનાની વિગતો છે. હિન્દી મતાધિકાર પ્રતિબંધ કાયદા સામે માત્ર અરજી કરીને બેસી રહેવાના બદલે ગાંધીજીએ સાથીઓ સાથે ચર્ચા કરી એક જાહેર સંસ્થા બનાવી જેનું નામ આપ્યું ‘નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ.’ લોકોએ આ સંસ્થાને વધાવી લીધી.આ સંસ્થામાં દર મહિને પાંચ શિલિંગ આપે તે જ સભ્ય થઇ શકે તેમ નક્કી થયું. અબ્દુલ્લા શેઠે દર માસે બે પાઉન્ડ અને ગાંધીજીએ દર મહિને 1 પાઉન્ડ લખાવ્યા. ગાંધીજી લખે છે કે આરંભે શૂરાની જેમ શરૂઆતમાં લોકોએ દાન આપ્યું પરંતુ પછી દર મહિને દાન લેવાની હાડમારી વધી ગઇ એટલે વર્ષે 3 પાઉન્ડ લાવાજમ લેવાનું નક્કી કર્યું. કોંગ્રેસની સભા દર અઠવાડિયે કે દર મહિને મળતી તેમાં સભાનો અહેવાલ વંચાય અને અનેક પ્રકારની ચર્ચા થાય. જેઓ કદી જાહેરમાં નહોતા બોલતા તેઓ પણ જાહેર કામો વિશે બોલતા અને વિચાર કરતા થયા. ગાંધીજીએ આ સમયગાળા દરમ્યાન ‘દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજને વિનંતી’ અને ‘હિંદી મતાધિકાર એક વિનંતી’ જેવા ચોપાનિયાં પણ લખ્યા.