સત્યના પ્રયોગો - ભાગ-2 - 18

  • 4.4k
  • 2
  • 1.2k

ગાંધીજીની પાસે મુંબઇ હાઇકોર્ટની વકીલાતની સનદ હતી. આફ્રિકામાં અરજી દાખલ થવાની સાથે સારા વર્તનના બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. અરજી કોઇ વકીલ મારફતે થવી જોઇએ અને એટર્ની જનરલ વગર ફીએ આ અરજી કરે. મિ.એસ્કંબ એટર્ની જનરલ હતા. તેમણે ગાંધીજીની અરજી સ્વીકારી પરંતુ વકીલસભાએ વિરોધ કર્યો. કારણ એ હતું કે ગાંધીજીએ અરજી સાથે અસલ પ્રમાણપત્ર જોડ્યું નહોતું. જો કે વિરોધનો મુખ્ય મુદ્દો એ હતો કે ગોરા વકીલોના ટોળામાં કોઇ કાળો વકીલ ન ઘુસવો જોઇએ. અંતે અબ્દુલ્લા શેઠના સોગંદનામાથી ગાંધીજીને વકીલાત કરવાની મંજૂરી મળી. વકીલસભાનો વિરોધ પણ વડા ન્યાયાધીશે ફગાવી દીધો. ગાંધીજીએ રજિસ્ટ્રાર આગળ સોગંધ લીધા કે તરત જજે તેમને પાઘડી ઉતારીને અદાલતનો નિયમ પાળવા કહ્યું. ગાંધીજીને આ ન ગમ્યું પરંતુ ભવિષ્યમાં મોટી લડત લડવા માટે તેમણે પાઘડી પહેરવાનો આગ્રહ જતો કર્યો. ગાંધીજીનો આ નિર્ણય તેમના મિત્રોને પસંદ ન પડ્યો પરંતુ વકીલસભાના વિરોધને કારણે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું નામ ચર્ચાતું જરૂર થયું