ઓરેન્જ ફ્રી સ્ટેટમાં હિન્દીઓને થતા કડવા અનુભવો પર ગાંધીજીએ આ પ્રકરણમાં વિગતવાર લખ્યું છે. ગાંધીજીએ લખ્યું કે આફ્રિકામાં હિન્દીઓના બધા અધિકારીઓ છિનવી લેવામાં આવ્યા હતા. માત્ર હોટલમાં વેટર તરીકે કે એવી કોઇ મજૂરીમાં રહેવા જેટલી છૂટ હિન્દીઓને રહી. હિન્દીઓને જમીનની માલિકી, મતાધિકાર જેવા અધિકારીઓથી વંચિત રાખવામાં આવ્યા. હિન્દીઓ રાતે 9 વાગ્યા પછી પરવાના વગર બહાર પણ નહોતા નીકળી શકતા. ગાંધીજી પ્રેસિડેન્ટ સ્ટ્રીટમાં થઇને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતાં. આ વિસ્તારમાં પ્રેસિડેન્ટ ફ્રુગરનું ઘર હતું. અધિકારીનું ઘર હોવાથી તેની સામે એક સિપાઇ ફરતો હોય જે વખતોવખત બદલાતા રહેતા. ગાંધીજી તેની બાજુમાંથી પસાર થતાં પરંતુ સિપાઇ કંઇ ન કરે. એકવાર એક સિપાઇએ કોઇપણ કારણ વગર ગાંધીજીને પગથીયા પરથી લાત અને ધક્કમારી ઉતારી મૂક્યા. તે વખતે મિ.કોટ્સ ત્યાંથી પસાર થતા હતાં જેમણે ગાંધીજીને આ સિપાઇ સામે કેસ કરવા અને પોતે સાક્ષી બનવા તૈયાર હોવાનું જણાવ્યું. જો કે, ગાંધીજીએ કેસ કરવાની ના પાડી પણ આ બનાવથી ગાંધીજીની હિન્દીઓ પ્રત્યેની લાગણી વધુ તીવ્ર થઇ