કુંજને શોધવાની આશાએ ઓઝાસાહેબ અને તેમની ટીમ પ્રવીણ સાથે બધા સુરત જાય છે, એ આશાએ કે તેઓ કોઇપણ ભોગે કુંજના પિતાજીને મનાવીને કુંજ અને પ્રેય વચ્ચેની ગેરસમજને દૂર કરી દેશે પરંતુ આ શુ જેવુ ધાર્યુ હતુ તેનાથી ઉલ્ટુ જ બને છે, કુંજ્ના પિતાજી શ્રીમાન મહેરા પ્રવીણને બહુ ખરીખોટી સંભળાવે છે અને તેને ઘર બહાર જતા રહેવાનુ કહી દે છે, ઓઝાસાહેબ શ્રીમાન મહેરાને બહુ આજીજી કરે છે પરંતુ છેવટે કુંજના પિતાજી તેના પર પણ પોતાના ગુસ્સાને ઠાલવે છે, છેવટે બધા ખાલી હાથે કુંજને મળ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. ક્યાં છે કુંજ શું તે ઘરે જ હતી જો તે ઘરે જ હતી તો પ્રવીણનો અવાજ સાંભળી તે બહાર કેમ ન આવી બન્ને વચ્ચેનો અખૂટ પ્રેમ ક્યાં ખોવાઇ ગયો જાણવા માટે વાંચો પ્રેય અને કુંજ (કુંજેય) ની આ અનોખી પ્રેમ કહાની.