સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 11 (પરરાજ્યનો પ્રથમ વમળ) મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગ્રત રહેવા લાગ્યો. મધુમક્ષિકા દ્ધારા આપેલા આપેલો ઉપદેશ રાજાએ સંપૂર્ણ રીતે પાળ્યો. વિદ્યાચતુરને કુમારના શિક્ષણમાં પૂર્ણ સ્વતંત્રતા આપી અને તે સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેટલું ખંતથી જોવા લાગ્યો.