આ પ્રકરણમાં ગાંધીજી પ્રિટોરિયામાં હિન્દીઓ સાથેના પરિચયની વાત કરતાં લખે છે કે નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તેવું સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમંહમદનું હતું. ગાંધીજીએ હિન્દીઓની સ્થિતિમાં અભ્યાસ કરવા તેમની મદદ માંગી. શેઠ હાજી મંહમદ હાજી જુસબ પર ગાંધીજીને ભલામણનો પત્ર મળ્યો હતો તેમને ત્યાં સભા ભરાઇ. વેપારીઓનું માનવું હતું કે વેપારમાં સત્ય ન ચાલે પરંતુ ગાંધીજી સત્યના આગ્રહી હતા અને પોતાના ભાષણમાં તેમણે વેપારીઓને બેવડી ફરજનું ભાન કરાવ્યું. ગાંધીજીએ હિન્દુ-મુસલમાન-પારસી-ખ્રિસ્તી એવા ભેદભાવ ભૂલી જવા પર ભાર મૂક્યો. તેઓએ એક મંડળ રચી હિન્દીઓને પડતી મુશ્કેલીઓનો ઇલાજ અમલદારોને મળીને અરજીઓ કરીને કરવાનું સૂચન કર્યું. ગાંધીજીનું માનવું હતું કે પારકા દેશમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઇએ. તેમણે આના માટે પોતે અંગ્રેજી શીખવાડવાની જવાબદારી લીધી. ગાંધીજીએ રેલવેમાં ઉપલા વર્ગની ટિકિટ મળે તે માટે પત્રવ્યહાર ચલાવ્યો. ગાંધીજીના પ્રયત્નોથી જે હિન્દીઓએ સારા કપડાં પહેર્યા હોય તેમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળવાની સુવિધા મળી