અપૂર્ણવિરામ - 28

(145)
  • 6.8k
  • 2
  • 2.5k

“નો... અંકલ નો, નો... પ્લીઝ! આઈ બેગ ઓફ યુ... પ્લીઝ અંકલ... નો! સમબડી હેલ્પ મી... હેલ્પ!” માથેરાનની રાતને ખળભળાવી મૂકતી કાળી ચીસ અચાનક એવી તો વીંઝાઈ કે માયા ભર ઊંઘમાંથી હબકીને બેઠી થઈ ગઈ. આ તો લિઝાનો અવાજ! અવાજ એટલો સ્પષ્ટ હતો કે એની ખરબચડી સપાટી માયાની ફરતે સર્પની જેમ ઘસાઈને પસાર થઈ ગઈ. માયાની આંખો સામે કશુંક ઝગમગ્યું. આ શું? લીઝા બિસ્તરની ધાર પાસે ખડી છે? માયા ફફડી ઉઠી. વીજળીનો તાર ઓલવાતો હોય તેમ ક્ષણાર્ધમાં લિઝાની આકૃતિ બુઝાઈને અલોપ થઈ ગઈ.