નવલકથા અપૂર્ણવિરામ શિશિર રામાવત પ્રકરણ ૧૮ સુમન ઉપર લાગે છે, એના રુમમાં. બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં મોક્ષ બોહ્લયો. વોચમેન જોસેફ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો.મુકતાબેન કિચનમાં રાતના ભોજનની તૈયારીમાં પડ્યાં હતાં. તું બેગ ભરી લે. હું સુમન પાસે છું, મોક્ષે કહ્યું, કેટલાં દિૃવસ માથેરાન રહેવાનો પ્લાન છે, માયા? ડ્રોઈંગરુમની ચક્રાકાર સીડી ચડતાં ચડતાં જાણે હાંફી ગઈ હોય તેમ માયાએ મોટેથી શ્ર્વાસ છોડ્યો. એણે કશો જવાબ ન આપ્યો. પોતાના કમરા તરફ નજર સુધ્ધાં નાખ્યા વિના મોક્ષ સીધો સુમનના રુમમાં પહોંચી ગયો. એ પલંગ પર બેઠી બેઠી નાના રંગીન મણકાઓમાં દૃોરો પરોવીને ભારે રસપૂર્વક તોરણ બનાવી રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ