ઈર્ષા

(31)
  • 3.8k
  • 1
  • 775

સર ,હું તો હમણાં 6-7 મહિનાથી મારા શહેરની જમીન સેલ કરીને અહીં ફેમિલી સાથે સેટ થવા આવ્યો છું .અને જીજાજી સાથે એટલેકે ત્રિશુલ આનંદજી સાથે કોઈ પ્લોટ શોધી નાનો પ્રોજેક્ટ શરુ કરવાનો વિચાર હતો એટલે ઓફિસ પર બેસતો હતો . જીજાજીની પણ એક જમીન સેલ થવાની હતી અને બધી તૈયારી થઇ ગઇ હતી .એમની જમીન જોઈન્ટ ફેમિલીની હતી અને એમનાં ભાઈની પૈસા પોતાનાં પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરે એવી ઈચ્છા હતી .હું હમણાં મારા જીજાજીનાં જુના ફ્લેટમાં રહુ છું .અને થોડું સેટ થયા પછી નવું ઘર લેવાનો હતો .અમે સાંજે લગભગ સાથે જ નીકળીએ અને પછી રસ્તેથી હું મારા ઘરે જતો રહું.ગઈકાલે રાત્રે અમે નીકળયા ને રોજની જેમ પાન લેવા કોર્નર પરની શોપ પાસે અચાનક બે -ત્રણ વ્યક્તિ બાઈક પર આવ્યા અને અમે પાછળ બેઠેલા ને ગોળીઓ ચલાવી .જીજાજી તો તરત જ ઢળી પડયા.અને મને હાથમાં વાગ્યું .હું ખાસ જોઈ નહિ શક્યો .ફેસ પર માસ્ક પહેરેલા અને બાઈકનાં નંબર ડ્રાઇવરને પણ ખ્યાલ નથી