ગોડ બ્લેસ યૂ

(48)
  • 3.1k
  • 4
  • 602

‘હું વર્ગમાં પ્રવેશ કરીશ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મને આવકારશે. પછી હું મારો પરિચય આપીશ. હું કેવી કેવી મુશ્કેલીઓ વેઠીને ભણ્યો છું એનું વર્ણન કરીશ. મારું શિક્ષક બનવાનું જે સ્વપ્ન હતું એ હકીકત બન્યાનો હરખ વ્યક્ત કરીશ. કુમળી કુમળી લાગણીથી ભર્યાં ભર્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મારી જિંદગી વિષે તરેહતરેહના પ્રશ્નો પૂછશે અને હું એ બધાંને ઉત્સાહથી જવાબો આપીશ. પહેલા જ પિરિઅડમાં હું બધાંની સાથે હળીમળી જઈશ અને સમય જતાં આખી શાળામાં બધાંનો પ્રિય શિક્ષક થઈ જઈશ.’ આવા વિચારો લઈને એણે વર્ગમાં પ્રવેશ કર્યો હતો. એની કારકિર્દીની આ શરૂઆત હતી. એના પગલે પગલામાં ઉત્સાહ હતો. ... પરંતુ પિરિઅડ લઈને વર્ગની બહાર નીકળ્યો ત્યારે એના પગલાંમાંથી ચેતન લૂંટાઈ ચૂક્યું હતું. એનો ચહેરો ઝાંખો થઈ ગયો હતો. ઉત્સાહનો પહાડ નિરાશાના રણમાં ફેરવાઈ ગયો હતો. એનું મન માનવા લાગ્યું હતું કે: ‘કારકિર્દીની શરૂઆત હું માનતો હતો એવી સરળ નથી.’ એ શિક્ષક-ખંડની ખુરશીમાં ફસડાઈ પડ્યો. ‘કેમ રહ્યું ’ બાજુમાં બેઠેલા એક શિક્ષકે એને પૂછ્યું. ‘ઠીક રહ્યું. પણ વર્ગ એકંદરે તોફાની લાગ્યો.’ એણે ભારે અવાજમાં આપ્યો. આગળ શું થયું તે જાણવા માટે આ વાર્તા વાંચો.