દિકરો (ઝવેરચંદ મેઘાણી) ભરદાયરામાં એક કાઠી પડછંદ પુરુષ સામે બજરનું પડતલું મુકે છે - અન્ય લોકો પણ આપા દેવાતની વખાણે ધસી આવે છે અને કોઈ ને કોઈ ચીજવસ્તુઓ ધરે છે - આ દરેક વ્યક્તિ સામે ખૂણામાં બેઠેલ નવલોહિયા જુવાને વિરોધ નોંધાવ્યો અને કાઠીઓનું કઢીચટ્ટાપણું ક્યાંથી આવ્યું તેની વાત માંડી - લાખા વાળો અને આપા દેવાત બંને સામસામે આવ્યા - અમુક મહિનાઓ પછી બદલો લેવા કેટલાક જુવાનિયાઓ લાખાપાદરમાં ઘુસ્યા અને લાખા વાળાની સ્ત્રી તેમજ જુવાન દીકરી હીરબાઈ ઉભા હતા - હીરબાઈએ નિર્જન ફળિયામાં દેવાતના પહોળા સીનામાં ઉભો ભાલો ખૂંપી માર્યો અને તલવારથી કટકા કરીને ગાંસડીની જેમ બાંધીને દરબારમાં પહોચી. દુનિયા કહેતી તી કે લાખા વાળાને દીકરી છે, પણ આ તો દીકરો છે દીકરો. વાંચો, શૌર્યગાથા દીકરો.