‘તેઓ ઘણી વાર મને મળતા અને દર વખતે આટલાંટિક મહાસાગરમાં ક્યાંક આવેલા કોઈક ‘સ્પેક્ટર્ન’ ટાપુની ભૌગોલિક સ્થિતિઓ અંગે ચર્ચાઓ કર્યા કરતા. મારું ભૌગોલિક શાસ્ત્ર સારું છે તેથી તેઓ મારી પાસેથી ઘણી-ખરી માહિતીઓ ઉઘરાવીને પોતાની લાલ કવરવાળી ડાયરીમાં નોંધ કર્યા કરતા...’ ‘એક મિનિટ પ્રોફેસર સાહેબ,’ હું વચ્ચેથી જ એમને અટકાવતાં બોલ્યો, ‘તમે કદાચ આ જ ડાયરીની તો વાત નથી કરી રહ્યા ને ’ મેં મારા પેન્ટના ગજવામાંથી પેલી લાલ કવરવાળી ડાયરી કાઢી. તરત પ્રોફેસર બેને એ લઈ લીધી, ‘હા...આ જ તો હતી એ ડાયરી...’ કહીને એના પાનાં ફેરવવા લાગ્યા, ‘આ જ છે બધી ફસાતની જડ, એલેક્સ ! આ જ છે...’ ડાયરીમાં જ નજર કરતાં તેમણે કહ્યું.