કર્મનો કાયદો - 9

(14)
  • 5.2k
  • 1
  • 2k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૯ સારું શું અને ખરાબ શું ? સમગ્ર કર્મોનું નિયમન કે નિયંત્રણ વિશ્વનિયંતાની પ્રકૃતિએ રચેલી નિયતિ મુજબ જ થાય છે. પોતપોતાના કર્માનુસાર જીવ તેનો નિમિત્ત થતો રહે છે - ક્યારેક સારાનો, ક્યારેક ખરાબનો, ક્યારેક શુભનો, ક્યારેક અશુભનો, ક્યારેક સુખનો, ક્યારેક દુઃખનો, નિમિત્ત થવું તે જીવનાં કર્મને આભારી છે. સમગ્ર કર્મો પોતપોતાની નિયતિ મુજબ ચાલવાવાળાં છે. કોઈ ભૂલથી અગ્નિમાં હાથ નાખે કે જાણી જોઈને નાખે, પણ અગ્નિ તો તેની નિયતિ મુજબ તેના હાથને બાળી જ નાખશે. અગ્નિ તેવું નથી વિચારતો કે કોઈએ ભૂલથી હાથ નાખ્યો છે, માટે મારે તેને બાળવો ન જોઈએ. કોઈ ભૂલથી ઝેર પીએ