આજે સંતાનોનાં શિક્ષણમાં ઘડતરમાં પિતાની ભૂમિકા

(26)
  • 3.9k
  • 8
  • 1.3k

આ લેખ મારા મિત્રસમા અને સંતાનોના પિતાઓને સમર્પિત છે. સલાહ નહીં પણ સ્નેહ સ્વરૂપે લેખ કર્યો છે. સૌ પ્રથમ એક સુવિચાર જોઈએ, હે માતા-પિતા દરરોજ તમે તમારા બાળકના અભ્યાસની પુછપરછ કરવા, રસલેવા અર્ધો કલાક કાઢશો તો ઘડપણનાં વીસ વર્ષ સુધરી જશે ! અહીં જે પિતાના સંતાનો બાલમંદિરથી કોલેજ સુધી અભ્યાસ કરે છે તેવા પિતાશ્રીઓને પ્રેમથી સંબોધન કરવું છે. ‘મા તે મા’ કહેવાય તો પછી ‘પિતા તે પિતા’ કેમ ન કહેવાય. આપણે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આટલું ન કરીએ પિતા-સંતાન વચ્ચે અંતર ઘટે તે માટેનો પ્રયાસ લેખ છે.