આ કૃતિમાં ગાંધીજીને આફ્રિકાની કોર્ટમાં થયેલા અપમાનનું વર્ણન છે. આફ્રિક પહોંચેલા ગાંધીજીનો પરિચય અબ્દુલ્લા શેઠ સાથે થયો. અબ્દુલ્લા શેઠ ઓછું ભણેલા હતા પરંતુ અનુભવથી તમામ લોકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી લેતા હતા. તેમને ઇસ્લામનું સારૂએવું જ્ઞાન હતું. ગાંધીજી અને તેમની સાથે ખૂબ ધાર્મિક ચર્ચાઓ થતી. ગાંધીજીને લઇને તેઓ ડરબનની કોર્ટમાં ગયા જ્યાં જજે ગાંધીજીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની ના પાડીને કોર્ટરૂમ છોડી દીધો. આફ્રિકામાં હિંદી મજૂરો કે જેઓ પાંચ વર્ષના કરાર હેઠળ ભારતથી આફ્રિકા જતા તેમને ગિરમીટિયા તરીકે ઓળખાતા. અંગ્રેજો આ મજૂરોને કુલી કે સામી કહેતા. ગાંધીજીને આફ્રિકામાં હિંદીઓના અપમાનનો ડગલેને પગલે અનુભવ થયો. ગાંધીજી લખે છે કે તેઓ ‘કુલી બેરિસ્ટર’ અને વેપારીઓ ‘કુલી વેપારી’ જ કહેવાય.પાઘડી બાબતે અપમાન થતાં ગાંધીજીએ અંગ્રેજી હેટ પહેરવાનો વિચાર પણ કર્યો પરંતુ અબ્દુલ્લા શેઠે કહ્યું કે આમાં તેઓ વેઇટર જેવા લાગશે. ગાંધીજીના પાઘડીના કિસ્સા તે સમયે છાપામાં ખૂબ ચર્ચાયા. કેટલાક છાપાઓએ તેમને અનવેલકમ વિઝિટર ગણાવ્યાં