A Story... [ Chapter -1 ]

(61)
  • 6.4k
  • 11
  • 2.3k

A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે... એક નવી દ્રષ્ટીએ દુનિયા... નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...