સ્પેક્ટર્નનો ખજાનો - ૨

(102)
  • 8.6k
  • 8
  • 3.8k

કુતૂહલવશ હું મુખ્ય દરવાજો ઉઘાડીને અંદર ગયો. હવે મને અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. તેઓ જોરજોરથી ધમકીઓ ઉચ્ચારતા હતા. વધુ જાણકારી માટે હું એ જમણી બાજુના રૂમનાં ખુલ્લા બારણાને અડીને ઊભો રહી ગયો અને ધીમેથી એની આડમાંથી અંદર જોયું અને જોતાં વેંત જ મારા હોશ ઊડી ગયા. અંદર ચાર બદમાશ જેવા લાગતા માણસો પેલા પ્રોફેસરનું કોલર પકડીને તેમને ધમકાવી રહ્યા હતા. એમાંના બે જણા વારેઘડીએ આજુબાજુ રહેલી વસ્તુઓ ઝાટકાથી પાડી દેતા હતા અને ચારે બાજુ કંઈક શોધી રહ્યા હતા. પ્રોફેસરનો કોલર પકડીને ધમકાવી રહેલા એ માણસે કડકાઈથી પૂછ્યું, “બોલ નાલાયક...તેં અમારો માલ ક્યાં છુપાવ્યો છે સાલા, તેં તો છેલ્લા પાંચ વરસથી નાકમાં દમ કરી દીધો છે. બોલ, નહીં તો જાનથી મારી નાખીશ...” ત્યાં જ પેલા બે જણમાંથી એક મને જોઈ ગયો. “એય છોકરા...શું કરે છે અહીં...ઊભો રહે...” એનું વાક્ય પૂરું થયું એ પહેલાં હું ગભરાઈને મુખ્ય દરવાજા તરફ દોડ્યો. પણ...હજુ હું દરવાજાની બહાર નીકળી શકું એ પહેલાં તો બે જણાએ આવીને પાછળથી મારું મોં દબાવી દીધું અને મને ઢસડીને અંદર રૂમમાં લઈ ગયા.