કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૮ નિયતિ, નિમિત્ત અને નિયંતા ભારતીય દર્શનમાં કર્મની ગહન ગતિ પ્રત્યે બોધપૂર્ણ થવા માટે નિયંતા (ર્ય્ઙ્ઘ), નિયતિ (ડ્ઢીજૈંહઅ) અને નિમિત્ત (ઁિીીંટં) - એવા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે, જો વિશ્વ છે તો કોઈ તેનો નિયંતા છે, તે નિયંતાની ઇચ્છા જ તેની નિયતિ છે અને જ્યારે નિયંતા છે, તેની નિયતિ છે, ત્યારે કોઈ તેનું નિમિત્ત પણ છે. જગત પરમાત્માની ઇચ્છાથી ઉત્પન્ન થયું છે, તેથી પરમાત્મા તેનો નિયંતા છે. પરમાત્માની ઇચ્છાશક્તિ જ તેની નિયતિ છે અને સમગ્ર જીવો તેનાં નિમિત્ત છે. નિયંતા, નિયતિ અને નિમિત્તની વિચારધારા ભારતના દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતોની વિચારધારા છે, જેમાં બ્રહ્મ, માયા અને