કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૭ ‘ગહના કર્મણો ગતિઃ’ કર્મ અને તેના ઉદ્ભવ સંબંધે સત્યની શોધમાં ગયેલા સત્યદ્રષ્ટાની નજરથી તો કર્મની ગહન ગતિ તરફ મીટ માંડી શકાય છે. અપાર અને અસીમ સૃષ્ટિમાં કર્મોની ગહનતાનો આભાસ કોઈ વિરલ બુદ્ધિમાન પુરુષો જ કરે છે. જ્યાં સુધી જીવન અજ્ઞાનતાના આવરણથી ઘેરાયેલું છે ત્યાં સુધી તો કર્મની ગહન ગતિનો આભાસ પણ થતો નથી. આંખ બરાબર જોવાનું કામ કરે છે ત્યાં સુધી આંખની ગહનતાનો વ્યક્તિને કોઈ પરિચય નથી. આંખમાં કેટલા સ્નાયુઓ છે, નેત્રપટલ શું કામ કરે છે, કઈ શક્તિથી આંખ જોવાનું કાર્ય કરે છે, કઈ શક્તિથી તે રંગ પારખે છે એ હકીકતોની તો ત્યારે ખબર