સ્પેક્ટર્નનો ખજાનો - ૧

(155)
  • 12.1k
  • 32
  • 5.2k

પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ રહ્યાં હતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા. દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો. મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો. ‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી.