સવારથી છાપાની રાહ જોતી હતી. છાપુ આવે તો જ ચા પીવાય. ટેવ એવી પડેલી કે છાપુ વાંચતા વાંચતા ચા ની ચૂસકી લેવાની મજા જ કંઇક અલગ છે. છાપા વિના ચાની મજા ન આવે તેમાં પણ આજે તો “મધર્સ ડે” ને યોગાનું યોગ શનિવાર એટલે આજના મહિલા પૂર્તિ વાંચવા મન તલ પાપડ. અંતે છાપુ આવ્યું. મહિલા પૂર્તિમાં માતાઓએ કરેલા સંઘર્ષ વિશેના લેખાથી પૂર્તિ ભરેલી. સંપાદકે સારી મહેનત કરી હોય એવું પૂર્તિ વાંચતા જણાયું. જાણીતી માનીતી હસ્તિઓ જ નહીં પણ કેટલાંક ઊંડાણના ગામડાની માતાઓ વિષે પણ લખેલું.