તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર!

(102)
  • 13.9k
  • 14
  • 2.6k

સફળતા દરેક માણસનું સપનું હોય છે. દરેક માણસ મોટા ભાગની પ્રવૃત્તિ બે હેતુ માટે કરતો હોય છે. એક તો સુખી થવા માટે અને બીજું સફળ થવા માટે. સફળ થવું એટલે શું સફળતાની સામાન્ય વ્યાખ્યા એવી કહી શકાય કે આપણી ઇચ્છા હોય એ મુકામ હાંસલ કરવાનું નામ સફળતા. સામાન્ય સફળતા પણ સંઘર્ષ વગર નથી મળતી. દરેક માણસના નસીબમાં પોતાના પૂરતો સંઘર્ષ લખેલો જ હોય છે.