પ્રસ્તુત લેખ સાહિત્યના પૂજારીઓને સમર્પિત. પુસ્તક અને પુસ્તકાલય અને આપણે સૌ એક બીજાની હૂંફ જાણે ! પુસ્તક એક એવું અદભૂત માધ્યમ છે જે આપણી હયાતીમાં ઉર્જા ઉત્પન્ન કરે છે અને એવી ઉર્જા આપતા પુસ્તકનું જતન કરતા પુસ્તકાલય બંને એકબીજાના પર્યાય છે અને વાચક મિત્ર આ દેવાલય સમા પુસ્તકાલયમાં જયારે પ્રવેશે ત્યારે એની ઉર્જામાં ઈજાફો થાય એમાં બે મત નથી. ઈ બુક અને પ્રિન્ટેડ બુકનું ચલણ વધ્યું છે...બંને જાણે દેરાણી જેઠાણી જેવા જે સાહિત્ય નામના નિવાસ્થાનમાં નિવાસ કરતા હોય એવી પ્રતીતિ થતી હોય છે ! - નરેન કે સોનાર