સત્યના પ્રયોગો - ભાગ-2 - 6

(14)
  • 4.9k
  • 3
  • 1.6k

આ પ્રકરણમાં ગાંધીજીના આફ્રિકા જવાના સ્ટીમરના અનુભવો છે. આફ્રિકા જવાનું હોવાથી કસ્તૂરબાથી એક વર્ષનો વિયોગ થવાનો હતો પરંતુ ગાંધીજી અગાઉ પણ વિદેશ રહી ચૂક્યા હોવાથી આ વખતે દુઃખની માત્રા થોડીક ઓછી હતી. દરમ્યાન ગાંધીજી બીજા બાળકના પિતા પણ બન્યા હતા. આફ્રિક જવા માટે દાદા અબ્દુલ્લાના એજન્ટ મારફતે ટિકિટ કઢાવવાની હતી પરંતુ સ્ટીમરમાં મોઝામ્બિકના ગર્વનર-જનરલ જતા હોવાથી તમામ જગ્યા ભરાઇ ગઇ હતી. એજન્ટે ગાંધીજીને ડેકમાં બેસીને જવાની સલાહ આપી પરંતુ એક બેરિસ્ટર ડેકમાં કેવી રીતે બેસી શકે. છેવટે જહાજના વડાએ તેની કેબિનમાં એક ખાલી હિંચકા પર ગાંધીજીને જગ્યા આપી. 1893ના એપ્રિલમાં ગાંધીજી આફ્રિકા જવા માટે પહેલા લામુથી મોમ્બાસા અને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. અહીં 8-10 દિવસ રોકાવાનું હતું. મુસાફી દરમ્યાન જહાજના કેપ્ટનની ગાંધીજી સાથે ગાઢ દોસ્તી થઇ ગઇ હતી. તે ગાંધીજીને આનંદ-પ્રમોદ માટે લઇ ગયો પરંતુ ગાંધીજીનો પગ કુંડાળામાં પડતા-પડતાં રહી ગયો. ઇશ્વરનો પાડ માની તેઓ ત્યાંથી નીકળી ગયા. ઝાંઝીબારમાં ગાંધીજી મકાન ભાડે રાખીને રહ્યાં અને મે માસના અંતે નાતાલ પહોંચ્યા.