સત્યના પ્રયોગો - ભાગ-2 - 4

  • 4.6k
  • 4
  • 1.4k

આ પ્રકરણમાં બ્રિટિશ અમલદાર તરફથી મળેલા આઘાતની ગાંધીજીએ વાત કરી છે. મુંબઇની નિષ્ફળ વકીલાત પછી રાજકોટ આવેલા ગાંધીજીએ ઓફિસ ખોલી. ગાંધીજીને અરજીઓમાંથી દર મહિને 300 જેટલા રૂપિયાની આવક થવા લાગી. ભાઇના ભાગીદારની વકીલાત જામેલી હતી તેમની અરજી કરવાની આવે જેમાં અગત્યની મોટા વકીલો પાસે જાય અને ગરીબ અસીલોની અરજીઓ ગાંધીજી પાસે આવે. વકીલાત કરવી હોય તો કમિશન આપવું પડે તેવી ભાઇની દલીલ ગાંધીજીએ મહામહેનતે ગળે ઉતારી અને મનને મનાવ્યું. રાજકોટમાં બ્રિટિશ અમલદારનો તેમને કડવો અનુભવ થયો. આ બ્રિટિશ અમલદારને તેઓ વિદેશમાં મળેલા. ભાઇ પર થયેલા એક ખોટા કેસમાં પોતાની વગનો ઉપયોગ કરીને ઇચ્છા ન હોવા છતાં ભાઇના આગ્રહથી બ્રિટિશ અમલદારને મળવા ગયેલા ગાંધીજીને બ્રિટિશ અમલદારે પટાવાળાને કહીને દરવાજાની બહાર કાઢી મૂક્યા. ગાંધીજીએ બ્રિટિશ અમલદારને ચિઠ્ઠી લખી માફી માંગવા અથવા તો ફરિયાદનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું પરંતુ ઓફિસરે તેમને જે-થાય તે કરી લેવા કહ્યું. આમ ગાંધીજીનું અપમાન થયું અને અનુભવી વકીલોએ ગાંધીજીને આવું ફરી ન કરવાની સલાહ આપી