સત્યના પ્રયોગો - ભાગ-2 - 2

  • 5.9k
  • 3
  • 1.7k

ગાંધીજીએ આ પ્રકરણમાં તેમના સંસારિક જીવનની થોડીક વાતો કરી છે. ગાંધીજી પાસેથી તેમના વડીલભાઇને ઘણી આશાઓ હતી. તેમનું મિત્રવર્તુળ ઘણું મોટું હતું જેથી ગાંધીજીને તેઓ સારા કેસ અપાવી શકશે તેવી આશાએ તેમણે ખર્ચો પણ વધારી દીધો હતો. એક તરફ એક પક્ષે ગાંધીજીને નાત બહાર મૂક્યા હતા તો બીજીબાજુ નાતમાં લેનારને સંતોષવા ખાતર રાજકોટ લઇ જતાં પહેલા તેમના મોટાભાઇ ગાંધીજીને નાસિક સ્ના કરાવવા માટે લઇ ગયા. ગાંધીજીએ ક્યારેય નાતમાં પ્રવેશ કરવા માટે ખોટી ખટપટો નહોતી કરી. ગાંધીજીને લાગતું કે પત્ની ભણેલી હોવી જોઇએ તેથી તેમણે કસ્તૂરબાને અક્ષરજ્ઞાન આપવાની જીદ પકડી. કસ્તૂરબા સાથ ઝગડો પણ થયો અને પિયર મોકલી દીધાં અને અત્યંત કષ્ટો આપ્યા પછી પાછા રહેવા દેવાનું પણ કબૂલ કર્યું. જો કે ગાંધીજીને પાછળથી આ વાતનો અફસોસ થયો. રાજકોટમાં વકીલાત ચાલશે નહીં તેવું લાગતાં મિત્રોની સલાહથી મુંબઇ જઇ હાઇકોર્ટનો અનુભવ લેવાનું વિચાર્યું. મુંબઇ એક રસોઇયા સાથે રહેવા લાગ્યા પરંતુ મુંબઇના ખર્ચને જોતાં ચાર-પાંચ મહિનાથી વધુ ત્યાં રોકાવાનું ગાંધીજીને મુનાસીબ ન લાગ્યું.