મહાભારતમાં કહ્યું છે - सर्व सुखमिप्सितम અર્થાત, સૌને સુખની કામના હોય છે. તેમ છતાં અનેક જ્ઞાનીઓએ દુઃખનાં ગીતો ગાયા છે.. દુઃખનાં ઓવારણાં લીધાં છે.. કારણ કે, દુઃખની વેદનામાંથી પસાર થયાં પછી જ સુખની આહ્યલાદકતા અનુભવી શકાય છે. ચાલો... આપણે પણ અવિનાશી સુખ સુધી પહોંચવા માટે દુઃખનાં અંધારિયા બોગદામાંથી આર-પાર થઈએ. બીજાં છેડે સુખના પ્રકાશનો ધોધ વરસી રહ્યો છે !