તુમ કો ન દેખા તો યે ખ્યાલ આયા! એક માણસ બીજા માણસને પહેલીવાર મળે તો કંઈ રીતે ઓળખી શકે તો કહો કે પહેલી ઓળખાણ ચહેરાથી થાય. પણ ઘણીવાર એવું બને કે માણસનો ચહેરો જ ન જોઈ શકાય તો ફરી મળો ત્યારે કેવી રીતે એને ઓળખવો અંધલોકોની શ્રવણેન્દ્રિય બહુ તીવ્ર હોય છે. કારણ કે તેની પાસે માણસને ઓળખવા માટે આંખ નથી હોતી, એણે પોતાના કાનથી જ કામ ચલાવવું પડતું હોય છે. પણ મારા તમારા જેવા સામાન્ય માણસો જેની આંખો સાબૂત છે તે કાન કરતાં આંખનો ઉપયોગ માણસને પહેલી નજરે ઓળખવા માટે વધુ કરે. સાહજિક છે જો તમારી આંખ છે તો તમે પહેલીવાર કોઈ માણસને મળો તો તેનાથી જ ઓળખો. જે માણસને પહેલીવાર મળો, એનો ચહેરો જુવો અને પછી મનોમન નોંધી લો કે આ ફલાણી વ્યક્તિ છે અને આનું નામ આ કે તે છે. અને તે વ્યક્તિ ફરી ભીડમાં પણ મળે ત્યારે આંખથી જ ઓળખી કાઢો કારણ કે એની છબી તમારા મગજમાં સ્ટોર થઈ છે.