મોહજાળ

(27)
  • 2.9k
  • 1
  • 672

હા સર,ઓફિસની સાથે એક ટેરેસ પણ છે અને લાસ્ટ ફ્લોર પર ઓફિસ છે એટલે ટેરેસ પરથી કોઈની આવવાની શક્યતા ખરી દીપલ સોઢીની કેબિનમાં જઈને જોયું તો બધું અસ્તવ્યસ્ત હતું અને ગળા પાસે ચાકુથી વાર કરેલો હતો .બહુ સમય થયો નહોતો .ઓફિસનો પ્યુન મોડે સુધી બેસવાનું હતું તેથી જમવાં માટે લગભગ 45 મિનિટ માટે બહાર ગયો હતો અને એ સમય દરમિયાન જ કોઈ જાણકારે આ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હતું .મેનેજર નિર્વાણ મિશ્રા એ પણ મિટિંગમાં હાજર રહેવાનું હતું પણ એને ત્યાં બહારગામથી કોઈ ગેસ્ટ આવી ગયા હોવાથી એણે ઘરે પહોંચી ફોન કરી જણાવી દીધું હતું .સેક્રેટરી રુસ્વા પાંડે પણ મૉટે ભાગે મિટિંગમાં હાજર હોય પણ એ પણ 3-4 દિવસની રજા પર હતી .આ રીતે તો ઘણી વાર મોડે સુધી મિટિંગ હોય અને દીપલ શોધી એકલા પણ બેઠા હોય .